મારા વ્યક્તિત્વનો સાચો વિકાસ અમદાવાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં થયો. કોલેજ કાળ દરમ્યાન જ મારામાં રહેલ નાટ્ય શકિતને ખીલવવાની પૂર્ણ તક મળી. માત્ર યુથ ફેસ્ટિવલ જ નહિ પણ આઈ.એન.ટી. જેવી નાટ્ય સ્પર્ધામાં પણ ભાગ લેવાનો મોકો મળ્યો. આગળ જતાં નાટ્યને જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને પદ્ધતિસરનું શિક્ષણ મેળવવા નાટ્ય વિષય સાથે માસ્ટર ડિગ્રી કરી. હાલમાં નાટ્ય વિષયના વ્યાખ્યાતા તરીકે કાર્યરત છું.
